• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

કલોલમાં વિનાશક બ્લાસ્ટથી બે મકાન ધરાશાયી, ONGC પાઈપલાઈનમાં ધડાકાની આશંકા

ગાંધીનગર (Gandhinagar)ના કલોલ (Kalol)માં આજે એક મોટી દુર્ઘટના (Big Tragedy) સર્જાઈ છે. કલોલના પંચવટી વિસ્તાર (Panchvati Area)માં આવેલી ગાર્ડન સિટી (Garden City)માં આજે સવારે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ (Blast) થયો હતો. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. આ ઘટનામાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયો હશે, જેના કારણે આ દુર્ઘટના બની છે.

આ ઘટનામાં હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, ઘરની નીચેથી પસાર થઈ રહેલી  ONGC પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે

આ બ્લાસ્ટની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. બ્લાસ્ટ થવાનું સાચું કારણ હજુ અકબંધ છે. કાટમાળમાં દટાયેલા એક વ્યકિતની શોધખોળ હાલ ચાલુ છે. વહેલી સવારે થયેલા ધડાકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જે મકાન ધરાશાયી થયા તેની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

ગાંધીનગર જિલ્લાના કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં બે મકાનોમાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. આ ઘટના વિશે જ્યારે સ્થાનિકોને પુછવામાં આવ્યું, ત્યારે લોકોએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ તૂટી ગયા હતા. અચાનક મકાન ધરાશાયી થતા બે લોકો દટાઇ ગયા હતા. જેમાથી એક વ્યક્તિને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

Related posts

*HELLO MORBI:નવયુગ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ. ગિરિશ ભિમાણીની ગરિમામયી ઉપસ્થિતિમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે ૭:00 વાગ્યે નહેરઞેટ ચોક ખાતે ગોજારી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુન્હામા છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને વલસાડ જિલ્લાના ઉમરગામ ગામ ખાતેથી પકડી પાડતી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*

editor

Leave a Comment