• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સોમવારે ખુલતી બજારે મોરબી શહેરમાં ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા*

મોરબી : આજે સોમવારે ખુલતી બજારે જ મોરબી શહેરમાં ટ્રાફિકજામ સર્જાતા વેપારીઓ, ધંધાર્થીઓ તેમજ રાહદારી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આજે સોમવારે સવારથી જ મોરબીના નહેરુગેટ ચોકથી ત્રિકોણબાગ નજીક આવેલી એસબીએસ બેંકથી ગાંધી ચોક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસોથી આ માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાનું શરૂ થયું છે. કારણ કે નવાડેલા માર્ગ પર રોડનું કાર્ય ચાલી રહ્યું હોવાથી નહેરુગેટ ચોકથી ત્રિકોણબાગ સુધીના વન-વે રોડને હાલ પૂરતો ટુ-વે કરાતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.તંત્ર દ્વારા જ્યારે વન-વે રોડને હંગામી ધોરણે ટુ-વે જાહેર કરાયો ત્યારે જ ટ્રાફિકજામ સર્જાવવાની દહેશત હોવા છતાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી હાલ નાગરિકોએ અગવડતા વેઠવાનો સમય આવ્યો છે. આ ઉપરાંત અમુક અણધડ વાહનચાલકો લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા હોય આ માર્ગ પર તાત્કાલિક વધુ ટ્રાફિક પોલીસની તૈનાતી કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Related posts

*મોરબી શિક્ષણ જગત મા ઈતિહાસ સર્જતી મોરબી ની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો (એલ.એલ.બી.) કોલેજ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી ર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

editor

*HELLO MORBI NEWS:ટંકારાના લજાઈ ગામથી ભરડીયા રોડ, કોમ્પ્લેક્ષની છત પરથી ઇંગ્લીશ દારૂના જથ્થો કબ્જે કરતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment