• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ઝીંઝુડા ગામે આવેલ છાર અંકુશ ની સ્પ્રેડીંગ કેનાલ ના કારણે થયેલ નુકસાન ને તાત્કાલિક રીપેર કરી અને ખેડૂતોને વળતર ચુકવવા માંગ*

મોરબી તાલુકાનાં ઝીઝુડા ગામે આવેલ ક્ષાર અંકુશની સ્પ્રેડીંગ કેનાલના કારણે થયેલ નુકશાન નું રીપેરીંગ કરવા તથા ખેડૂતોને વળતર આપવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને માંગ કરેલ છે મોરબી જીલ્લાના ઝીઝુડા ગામે સરકાર ના ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક બંધારો કે જેનું નામ બોડકી બંધારો છે તે તેમ જ સ્પ્રેડીંગ કેનાલ કરોડોના ખર્ચે બનાવાયેલ છે. સરકાર દ્વારા કરવામાં આવેલ કરોડો રૂપિયાના ખર્ચ છતાં હાલમાં બંધારો તૂટેલી હાલતમાં છે. તેમજ સ્પ્રેડીંગ કેનાલ પણ પૂરી નથી અને બંધારો રીપેરીંગ ના થાય ત્યાં સુધી આ કેનાલ જે હેતુ માટે બનેલા છે. તે પૂરો થતો નથી. ઝીંઝુડા ગામ પાસે આવેલ આ કેનાલમાં વરસાદના કારણે મોટું નુકશાન થવા પામેલ છે. જે નુકશાનમાં રસ્તાઓનું ધોવાણ, ખેતરોનું ધોવાણ, કેનાલનું ધોવાણ, કેનાલના સ્ટ્રક્ચરોને નુકશાન વગેરે છે. આ નુકશાન બાબતે ઝીંઝુડા ગામ પંચાયતના સરપંચ દ્વારા રજુઆતો પણ કરવા માં આવેલ છે.

 

આ નુકશાન થવાના કારણો બાબતે જાણવું તો આ કેનાલ માં મુકવામાં આવેલ નાલા પુલિયામાં મુકવામાં આવેલ પાઈપની સાઈઝ તેમજ સંખ્યા પુરતી નથી. જેમાં સાઈઝ મોટી કરવી તેમજ સંખ્યા માં વધારો કરવો જરૂરી છે. અને જે પાણી ના નિકાલ માટે ગેઇટ મુકેલ છે તે પણ નાના છે તેમજ જરૂર કરતા ઓછા છે. જેના કારણે વરસાદના પાણીથી કેનાલને નુકશાન થાય છે. રસ્તાઓ ને નુકશાન થાય છે. તેમજ ખેડૂતો ના ખેતર માં પણ ધોવાણ થાય છે. માટે યોગ્ય કરવાની માંગ કરેલ છે અને જે ખેડૂતોના ખેતરને નુકશાન થયેલ છે. તે ખેડૂતોને યોગ્ય વળતર આપવું અને તૂટી ગયેલ રસ્તાને રીપેરીંગ કરવાની માંગ કરેલ છે કે ખેડૂતના ખેતરોમાં નુકશાન થયુ છે તેમાં કેશવજીભાઇ ભીમજીભાઈ ઝલારીયા, હાસમ સીદીક ભાઈ ધાંચી અને સમસુદીનભાઈ મનાવરહુસેનભાઈ અને અન્ય ખેડૂતોનો સમાવેશ થાય છે જો યોગ્ય કરવામાં નહિ આવે તો આ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Related posts

*વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગાર રમતા 8 જુગારી ને 26200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

Hello Morbi

*મોરબીઃ પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગોકળગાય ની ગતિ એ ચાલતા કામો વેગવંતા કરવા અપીલ કરી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૩૬ દર્દીઓએ લાભ લીધો , ૧૫૨ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

Leave a Comment