• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી-પીપળી-જેતપર-અણિયારી રોડનુ સત્વરે સમાર કામ શરૂ: રૂ. ૧૧૮.૦૯ કરોડના* *ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ*

*મંત્રીશ્રી બ્રિજેશ મેરજા દ્વારા મોરબીની જનતાને અનેક વિકાસ કામોની ભેટ*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*મોરબીના નટરાજ ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ, મહેન્દ્રનગર ચોકડી* *પાસે રૂ. ૮૦ કરોડના ખર્ચે ફલાયઓવર, રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર્સ અને નવી* *કોર્ટ રૂ.૪૦ કરોડના ખર્ચે બનાવાશે*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ સરકિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે રોડના કામો અંગે તાકિદની સમિક્ષા* *બેઠક યોજતા મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*રાજકોટ તા. ૨૫ જાન્યુઆરી -* રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબીના માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે મોરબી-માળિયા વિસ્તારના બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તેમજ અનેકવિધ નવા વિકાસ કામો માટે રાજકોટના સરકીટ હાઉસ ખાતે તાકિદની સમિક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, અધિક્ષક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલકશ્રી ઉપસ્થિત રહયા હતા. જેમાં મોરબી-પીપળી-જેતપર-અણીયારી રોડનું સત્વરે સમાર કામ શરૂ થઇ ગયાની જાણકારી મંત્રીશ્રીએ મેળવી હતી. આ રોડને મોટરેબલ- વાહન વ્યવહારની સાનુકુળતા માટે પેચવર્ક અને પટ્ટા કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમજ આ માર્ગ રૂ. ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચારમાર્ગીય રસ્તો બનાવવા ટેન્ડર પ્રક્રિયા સત્વરે હાથ ધરવાની તાકિદ પણ મંત્રીશ્રીએ અધિકારીઓને આપી હતી.

આ ઉપરાંત પ્રજાની આકાંક્ષા મુજબ ટેન્ડર પ્રક્રિયા હેઠળ કેટલાક કામો તાકિદે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના નટરાજ ફાટક ઉપર રૂ.૮૦ કરોડના ખર્ચે ઓવર બ્રીજ અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફલાયઓવરનું કામ પણ રૂ.૮૦ કરોડના ખર્ચે કરાશે. જે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યુ હતું. આ ઉપરાંત રૂ.૨૫ કરોડના ખર્ચે સ્ટાફ કવાર્ટર્સ પણ બનાવાશે. તેમજ મોરબીને જનતાને નવી કોર્ટ પણ રૂ.૪૦ કરોડના ખર્ચે મળી રહે તે માટે વિભાગમાંથી વિવિધ મંજૂરીઓ અને ફોલોઅપ પણ મેળવવામાં આવી રહયુ છે તેમ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ હતું.

આમ મોરબી- માળિયામાં તબકકા વાર વિકાસ કામોને નકકર દિશા આપી શકાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને મંત્રીશ્રીએ તાકિદ કરી હતી.

 

Related posts

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં  નવરાત્રી મહોત્સવમાં સર્જાયા કોમી એકતાના દશ્ય*

Hello Morbi

*મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અન્વયે સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરતા રાહત કમિશ્નરશ્રી હર્ષદ પટેલ*

Hello Morbi

*મોરબી ના રવાપર ગામની ખરાબાની જમીન પર થયેલા દબાણ હટાવવા રજૂઆત*

Hello Morbi

Leave a Comment