• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત કરાયું*

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે સાપર-ગાળા રોડ પરના બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મોરબીના સાપર-ગાળા રોડ ૪૯૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર છે. જે રોડનું શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્તમાન રાજ્ય સરકારના નેતૃત્વમાં આ વિસ્તારમાં રોડ-રસ્તા, સિંચાઈ સહિત અનેક વિકાસ કાર્યોનું મંડાણ થયું છે. સરકારે મોરબીના વિકાસની સતત ખેવના રાખી છે.

 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી અજયભાઈ લોરિયા અને અગ્રણીશ્રી અરવિંદ વાંસદડિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જયદીપભાઈ સંઘાણીએ કર્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, અગ્રણી સર્વ અતુલભાઈ, કાનજીભાઈ, રાકેશભાઈ, હંસાબેન, દિલીપભાઈ, મનસુખભાઈ, ગોરધનભાઈ, મુકેશભાઈ કુંડારિયા, મુકેશભાઈ ઉધરેજા, મણીભાઈ, સતીષભાઈ, ચંદુભાઈ, ધનજીભાઈ તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી એન.એ.ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી વિપુલભાઇ જીવાણી, સહિત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ઉદ્યોગપતિઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબીના શિક્ષણવિદની FFE ટ્રસ્ટના ફેસીલેટર તરીકે નિમણુંક*

editor

*વરસાદ ખેંચાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ- બફારાથી શહેરીજનો ત્રસ્ત*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત* *સાંસદ યોગ સ્પર્ધા યોજાશેસ્પર્ધકો ૧૪ જૂન સુધી ફોર્મ ભરી શકશે*

editor

Leave a Comment