• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને મોરારીબાપુ દ્વારા સહાય અર્પણ કરાય*

।। રામ ।।

મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને સહાયતા અર્પણ કરતા મોરારિબાપુ
મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં ૧૩૪ જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. મોરબીના ઈતિહાસ માં ફરી એકવાર અત્યંત દુઃખદ ઘટના બની છે. પુજ્ય મોરારિબાપુ ની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે. આ દરમ્યાન આ કરુણ ઘટના નાં સમાચાર મળ્યા હતા અને પુજ્ય મોરારિબાપુ એ એમની સંવેદના વ્યક્ત કરી હતી અને જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમના નિર્વાણ .માટે પ્રાર્થના કરી હતી. આજે પૂજા બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને ₹5,000 અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે. આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહંત પૂજ્ય શિવરામ બાપુ સાહેબના આશીર્વાદ અને અમુલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. રાજકોટના અતુલ ઓટોની ટીમ દ્વારા સહાય પહોંચાડવા આવી રહી છે. પુનઃ ફરી એકવાર પુજ્ય મોરારિબાપુ એ તમામ મૃતકો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી છે.

તંત્રી શ્રી
આ પ્રેસ નોટને આપના પત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું.
આભાર
જયદેવ માંકડ
કૈલાસ ગુરુકુળ
મહુવા
૪/૧૧/૨૨

Related posts

*અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા*  *હુઝુર તાજુશ્શરીઆહનાં શહઝાદા સહીત ભારતના મશહુર ઉલેમાઓ હાજરી આપશે*  *ધ્રોલમાં રવીવારે ભવ્ય દસ્તારબંધી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા નુ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામજીની પ્રતિમા અર્પણ કરી ઉષ્માભર્યું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું*

editor

*મોરબી : કોંગી કાર્યકર પર જીવલેણ હુમલાની ઘટનામાં મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ*

Hello Morbi

Leave a Comment