• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે ગાયત્રી યજ્ઞનું કરાયું આયોજન*

ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે ગાયત્રી યજ્ઞનું કરાયું આયોજન
સંવત 2026 મહા સુદ તેરસ ગુરૂવાર તારીખ 17-2-2000 ના અતિ પવિત્ર દિવસે ડીસા જલારામ મંદિરની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મહા સુદ તેરસ તારીખ 3-2-2023 શુક્રવારે 23 મો પાટોત્સવ ગાયત્રી યજ્ઞના માધ્યમથી રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.આ અવસરે જલારામ ભકતો સર્વ શારદાબેન આચાર્ય,કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,જસુભાઈ સાંખલા,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,તારાચંદભાઈ મજેઠીયા,નટુભાઈ આચાર્ય,કમલેશભાઈ રાચ્છ,મહેશભાઈ આર.પોપટ,અનીલભાઈ કે.ઠકકર,નરેશભાઈ ડી.આચાર્ય,મુકેશભાઈ રાચ્છ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી યજ્ઞવિધિમાં આહુતિ આપી હતી.જાણીતા કથાકાર યશવંત શાસ્ત્રીજી મહારાજ તેમજ ગાયત્રી પરિવાર ડીસાની બહેનોએ યજ્ઞવિધિ સુચારૂ રીતે સંપન્ન કરાવી હતી.મંદિરનાં ત્રણેય શિખરો તેમજ શીવજી મંદિર ઉપર નવીન ધ્વજાજીઓનું પૂજનવિધિ કરી આરોહણ કરવામાં આવ્યું હતું.શીખર ઉપર ચડવા માટે નવીન સીડી બની જતાં તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ખૂબ મોટી સંખ્યામાં જલારામપ્રેમી ભકતોએ ગાયત્રી યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા શહેર ના લખધીરવાસ ચોક ખાતે “મયુરનગરી કા રાજા” ગણેશ મહોત્સવ માં દરેક ભક્તજનો માટે લાઈવ પ્રસાદ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા શિક્ષકો તેમજ પ્રોફેસરોને સજ્જ કરતો ત્રિદિવસય ટીચર ટ્રેનિંગ સેમિનાર યોજાયો*

editor

*ઉનાના ભીંગરણ અને કોબ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment