• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરમાં જમીન પંચાવી પાડવા પ્લોટ ઉપર ઓરડી ખડકી દીધી : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ*

પ્લોટના મૂળ માલીકે ફરિયાદ નોંધાવતા ડીવાય.એસ.પી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વાંકાનેર : વાંકાનેરમાં એક શખ્સે જમીન પાચવો પાડવા માટે પારકા પ્લોટમાં ઓરડી ખડકી દીધી હતી. આથી, આ પ્લોટના મૂળ માલીકે તેને દબાણ દૂર કરવા માટે કહ્યું હોવા છતાં ન માનતા અંતે તેઓએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આથી, આ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ડીવાય.એસ.પી.એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.                                                                    આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઇ કાનજીભાઇ ડાભી (ઉ.વ.૬૬, ધંધો નિવૃત, રહે ગુજરાત હાઉસીગબોર્ડ મુખ્યમંત્રી ગૃહયોજનારંગોલીપાર્ક કવાટર્સ નં.બી/૮૦૧, મોટા મવા, રાજકોટ, મુળ વાંકાનેર પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી) એ આરોપી હસમુખભાઇ રૂખડભાઇ ચારોલીયા (રહે વાંકાનેર, ડો.દેલવાડીયા સાહેબના દવાખાનાની બાજુમા) સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ ૪(૧)(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીનો વાંકાનેરના નવા પરામાં ડોકટર દેલવાડીયાના દવાખાનાની બાજુમા આવેલ પ્લોટ નં. ૯ ચોરસ-વાર ૨૦૦-૦૦માં અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના આશયથી ગે.કા. કબ્જો કરી દબાણ કરી ઉપયોગ કરી નાની ઓરડી બનાવી લઇ અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીનમાથી દબાણ દુર કરવા ફરીયાદીએ કહેલુ તેમ છતા કબજો ન છોડતા અંતે તેઓએ આ બનાવની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા ડીવાય.એસ.પી. એમ. આઇ. પઠાણએ તપાસ હાથ ધરી છે.

Related posts

*વાહરે માનવ આ પરિસ્થિતિમાં પણ ઘોર બે દરકારી*

Hello Morbi

*શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું આયોજન*

Hello Morbi

*જોડિયાના કુંડળ ગામ ના કુમારી હેમાલી બેન નકુમ નેપાળ ખાતે લોંગ જમ્પ માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરેલ તે બદલ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવ્યા*

Hello Morbi

Leave a Comment