• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર વેરાવળ નેશનલ હાઇવેનો એક અદભૂત નજારો અને સરકારનો કરીશ્મા*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

*વાવી દયો તો ખેતર બની જાય અને પાણી ભરો તો તળાવ બની જાય કોડીનાર નેશનલ હાઇવે*

 

વિશ્વની અજાયબીઓમાં હવે એક નવું નામ સામેલ થવા જઈ રહ્યુ છે અને આ નામ છે ગુજરાતના ગૌરવ સમાન, ગીર સોમનાથ જિલ્લાની આન.. બાન… શાન.. એવા નેશનલ હાઇવેનું. આ વાત એવી છે કે કોડીનાર થી વેરાવળ અને કોડીનાર થી ઉના સુધીની બિસ્માર રોડની પ્રસિદ્ધિ આજ વિશ્વ ફલક પર પણ જોવા મળે છે. હવે વિચારવું એ રહ્યુ કે એવી તો કઇ બાબત છે કે આ કોડીનાર નેશનલ હાઇવે વિશ્વની અજાયબીઓમાં નામ સામેલ થાય તેવી સંભાવનાઓ સર્જાય છે. આ બાબતે ઘણા બધા શહેરમાં અને ભારત ભરમાં જે પણ રોડ રસ્તાઓ નેશનલ હાઇવે છે તેમા ચર્ચાનો માહોલ છવાયો છે…….. અનેક બિસ્માર રસ્તાઓ છે ગુજરાતમાં તો કોડીનાર નેશનલ હાઇવે જ કેમ વિશ્વ અજાયબીઓમાં સ્થાન પામી શકે. અનેક રોડ રસ્તાઓ આ બાબતે ખૂબ જ ઉચ્ચ કક્ષાએ રાવ કરી છે. વધુમાં જણાવ્યું કે અમારી ગુણવત્તા અને બિસ્માર ની હાલત જોઈ લો પહેલા પછી જ કોડીનાર ના રસ્તાને વિશ્વ યાદીમાં સામેલ કરવામાં આવે. પણ આ ચર્ચાને કોઈ જ સ્થાન નથી……..! કારણ કે આ નેશનલ હાઇવે એવો છે કે ચોમાસામાં આ રોડ પર ખેતી કરી શકાય અને જરૂર પડે તો તળાવ બનાવી પાણી ભરી શકાય. સૌરાષ્ટ્ર ની ધરતી પર આ ખૂબ જ શરમજનક ઘટનાએ આકાર લીધો છે અને આ રોડ આ નેશનલ હાઇવે આજ કાલ થી નહિ પણ ઘણા વર્ષ થી ગોકલગાયની ગતિએ ચાલી રહ્યો છે. ગીર સોમનાથ અક્સ્માત ની ભૂમિ બન્યુ એ આ રસ્તાને પ્રતાપે……!! દુર્ઘટનાગ્રસ્ત ગુજરાતમાં અક્સ્માતોની ભૂમિ ગીર સોમનાથ જિલ્લાને અનેક એવોર્ડ મળ્યા છે………. નાગરિકો માટે આ જીવલેણ રસ્તો એ મૃત્યુનો મારગ બન્યો છે. નેશનલ હાઇવે પર ક્યારેક જો આ વિસ્તારના ધારાસભ્યો ને દયા આવે તો તેઓ રસ્તો રોકી લે છે અને તંત્ર તેને રોકી અટક કરી લે છે ખેલ ખતમ અને આજ તંત્ર કોડીનાર થી વેરાવળ અને વેરાવળ થી ઉના આ વિશ્વની અજયબીનો આનદ લે છે. આ જમ્પિંગ રોડ……નેશનલ હાઇવે એ બાળક માથી યુવાન બન્યો પણ કેવો યુવાન ચારે બાજુએ ખાડેખાડા અને ચોતરફ બિસ્માર રાજય વધુમાં એક કવિના શબ્દોમાં *જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં નાગરિકો ઊંધા પડે, જયાં જયાં નજર મારી પડે ત્યાં ત્યાં ઊંડા ખાડા જડે…. ત્યાં ત્યાં વાહનો ના અક્સ્માત નડે.* અને આ ફૂટ્યા કિસ્મત કે કોડીનાર પદાધિકારીઓ ને આ જમ્પિંગ નેશનલ રોડ સિવાય ફાવતું જ નથી……. આ રોડ તેને શું આપતો હશે કે કોડીનાર ના જ નહિ ઉના અને વેરાવળ ના જ નહિ પણ ગુજરાત ના નાગરિકો અહી ઘેાદે ચઢે તો પણ તેના પેટનું પાણી પણ હલતુ નથી. અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ આવી ને ગયા પણ નેશનલ હાઇવે ના આ બીસ્માર રસ્તાની કોઈ જ દવા નથી. નાગરિકો ને આપવામાં આવેલી આ અનમોલ ભેટ છે. આ રસ્તો ચોમાસામાં તો જાણે નવું રૂપ ધારણ કરે છે. અરે નાગરિક ભક્ષકો આ પક્ષઘાતી રાજનીતિનો શિકાર નિર્દોષ નાગરિકોને શા માટે બનાવો છો……..! કાં તો રસ્તો પૂરો કરો કાં તો રિપેર કરો…ભાઈ અમારે આ ફોરલેન કે સિક્સલેન રોડ જોઈતો નથી અમને અમારો જુનો મારગ જ પાછો આપી દયો. આટલા અકસ્માત તો જૂના રોડ પર આટલા વર્ષોમાં કયારેય થયા નથી. આટલા ખાડાઓ પણ નથી થયા… અને ખેતી થાય તેવું તો બન્યુ જ નથી. રોડ બને ત્યાં સુધી કેટલા નાગરિકોના ભોગ લેવામાં આવે તે જોવુ રહ્યુ. અસંવેદનશીલ તંત્રની આ નાગરિક વિરોધી કેવી પોલિસી છે તે જ સમજાતુ નથી. ગીર સોમનાથ જિલ્લો એ ગુજરાતનો જ એક ભાગ છે અને આ પ્રદેશમાં એક તરફ વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર છે બીજી બાજુ જંગલ… નદીઓ.. આરબ સાગર…. અને જમજીરનો પ્રખ્યાત ધોધ અને અનેક તીર્થધામ તુલસીશ્યામ વિગેરે તેમજ વધુમાં કેન્દ્રશાસિત પ્રદેશ દિવ અને છોટી બગદાદ જ્યાં ભારત દેશના જ નહિ દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે યાત્રાળુઓ… પ્રવાસીઓ… તે સ્થળો અહી જોવા મળે છે. સો વાર કાશી અને એક વાર પ્રાચી… એ પવિત્ર તીર્થ સ્થાન અહી આવેલા છે આમ, છતાં આજે આ પ્રદેશની ગરીમાને કલંકીત કરતી ઘટના બની તે છે આ નેસનલ હાઇવે….. હવે જોવુ એ રહ્યુ કે આ નેશનલ હાઇવે ના ખાડાઓ દૂર થશે તેમજ બિસ્માર નું કલંક જશે કે કેમ…….!!!

 

Related posts

*આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કર્યું*

Hello Morbi

*બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ કોવિડ સીલ વેક્સિન આરોગ્ય કર્મચારી ને આપવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: નાગલપર ગામની સીમમાંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment