• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ખાતે સર્જાયેલી દુઃખદ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*

૦૦૦૦૦૦

*રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર બચાવની કામગીરીમાં ખડે પગે- મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*

૦૦૦૦૦૦

*એન.ડી.આર.એફ, ઇન્ડિયન નેવી અને એરફોર્સ જવાનો ઉપરાંત આર્મી જવાનોની પણ બચાવ રાહત કામગીરી માટે મદદ લેવામાં આવી*

૦૦૦૦૦૦

મોરબી જિલ્લા ખાતે આજે સાંજના સમયે મોરબી ખાતેનું પર્યટન સ્થળ ઝૂલતો પુલ તૂટતા દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કેટલાક નાગરિકોના મૃત્યુ તેમજ કેટલાક ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

 

જે અંગેનો શોક વ્યક્ત કરતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મોરબી ખાતે બનેલ ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર દ્વારા બચાવ રક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પણ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઘટના અંગેની ઝીણવટભરી માહિતી મેળવી યોગ્ય કાર્યવાહી કરવા અર્થે સૂચનાઓ આપી છે.

 

તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના વિવિધ સભ્યશ્રીઓ પણ હાલ મોરબી જવા રવાના થયા છે. તંત્ર દ્વારા પણ ખડે પગે બચાવ અંગેની કામગીરીઓ કરવામાં આવી રહી છે.

 

તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર ઘટના અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે અને કસૂરવાર સાબિત થશે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામાં આવી છે. તે માટે એન.ડી.આર.એફ, ઇન્ડિયન નેવી અને એરફોર્સ જવાનો ઉપરાંત આર્મી જવાનોની પણ મદદ લેવામાં આવી છે. એટલું જ નહીં, ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તે માટે સ્થાનિક હોસ્પિટલો ઉપરાંત રાજકોટ સીવીલ હોસ્પિટલમાં પણ એક અલાયદો વોર્ડ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.

૦૦૦૦૦૦

કૌશિક શીશાંગીયા

Related posts

અમદાવાદ: કોરોનાને લઈ સ્થિતિ ખુબ જ ખરાબ, નવા ટ્રેન્ડના કારણે વધ્યા ગંભીર દર્દીઓ

Hello Morbi

*HELLO MORBI:જીવનદર્શન* *વિવિધ રચનાત્મક વિચારો થકી પ્રેરણાદાયી જીંદગી જીવતા દિયોદર/કડીના શ્રી જીતુભાઈ રસિકલાલ અખાણી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધાંગધ્રા: વર્ષ ૧૯૯૨ એસએસપી જૈન કોલેજ બેંચ નું સ્નેહ મિલન ધાંગધ્રા ત્રિમંદિર ધામ ખાતે યોજાયું*

editor

Leave a Comment