• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં* *૧લી જાન્યુઆરી થી ૪૫ દિવસ સુધી પ્રવેશબંધી*

 

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનું વર્ષ-૨૦૨૨નું વાર્ષિક ફાયરીંગ હાથ ધરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોઈ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં હોઈ તા.૦૧/૦૧/૨૦૨૩ થી ૪૫ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

editor

*મોરબી વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની કરાઈ ઉજવણી* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે*

editor

Leave a Comment