• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણા દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણા દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યદેવીક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓએ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના સાપર ગામની સીમ, ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કૂલ બોટલ નંગ-૮૪૦ કિં.રૂ.૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૨૦ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
જથ્થો રાખી વેંચાણ કરનાર :-
વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા / દરબાર ઉ.વ.૩૦ રહે-ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી મોરબી. – કબ્જે કરેલ મુદ્દામાલ :- નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ-૮૪૦ કિં.રૂ.૧,૨૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા હરપાલસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથભાઇ દાદુભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા કેતનભાઇ અજાણા તથા કુલદિપભાઇ કાનગડ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ ડુંગરભાઇ મોરી તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લામાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણી અન્વયે મણીમંદિરથી મનપા કચેરી સુધી યોજાશે પદયાત્રા રેલી*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેરના તરકિયા ગામેથી ૧૧૬૧ કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ચાર ને પકડી પાડતી એસઓજી ની ટીમ*

editor

Leave a Comment