• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગૌસેવા હેતુ 270 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ*

ગૌસેવા હેતુ 270 ગુરૂવારનાં ભજન પૂર્ણ કરતું ડીસાનું શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ
તારીખ 26-7-2018 ગુરૂવારના અતિ પવિત્ર તેમજ શુભ દિવસે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા 20 જેટલા જલારામ ભકતોની પાવન ઉપસ્થિતિમાં ડીસા નગરમાં ગૌસેવા હેતુ શરૂ કરાયેલ પૂજ્ય જલારામ બાપાના ભજનને રંગેચંગે 270 ગુરૂવાર નિર્વિઘ્ને પૂર્ણ થયેલ છે.
270 મા ગુરૂવારે શ્રી રાયચંદભાઈ નાનજીભાઈ કકકડ પરિવારના નિવાસસ્થાને વી.જે.પટેલ પાર્કમાં અંદાજે 500 જેટલા જલારામ ભકતોએ ખાસ હાજરી આપી ભજનની મોજ માણી હતી.આ દિવ્ય અવસરે ઉપસ્થિત ગૌભકતો-જલારામ ભકતોએ રૂપિયા 82180 (બ્યાસી હજાર એકસો એંસી) ની ગૌસેવા અર્પણ કરી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.આ શુભ ધાર્મિક અવસરે રાયચંદભાઈ નાનજીભાઈ કકકડ પરિવારના માતુશ્રી ગંગાબેન,પ્રતાપભાઈ,દશરથભાઈ,જગદીશભાઈ,મુકેશભાઈ,ગીતાબેન,નંદાબેન,જ્યોતિબેન,કીંજલબેન,વિમળાબેન,તારાબેન સહિત સમગ્ર પરિવારને જલારામ દર્શન ગ્રંથ તેમજ પૂજ્ય જલારામ બાપાના મોમેન્ટોથી જલારામ ભકતો સર્વ યશવંત શાસ્ત્રીજી મહારાજ, ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર, ડો.પી.પી.ઠકકર,તારાચંદભાઈ મજેઠીયા,મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,આત્મારામભાઈ ઓઢાવાળા,સુરેશભાઈ વકીલ,કનુભાઈ તૃપ્તિવાળા,સુભાષભાઈ ઠકકર,અમરતભાઈ પઢિયાર ,રામસા જાંગીડ,રમણભાઈ સીપોર,ગણેશભાઈ ચૌધરી વિગેરે દ્રારા વાજતેગાજતે સન્માનિત કરાયા હતા.આગામી ગુરૂવારના ભજન માટે અશોકભાઈ માળી તેમજ પ્રકાશભાઈ કારિયાએ સૌને એમના નિવાસસ્થાને તિરૂપતિ સોસાયટીમાં પધારવા નિમંત્રણ આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું જ્યારે યુ ટ્યુબ જીવંત પ્રસારણ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠકકરે કર્યું હતું.ગણેશ સ્થાપનાના દિવસો હોઈ સૌ ભજનકીર્તનથી મહામૂલા નિજાનંદનો લાભ લીધો હતો.

Related posts

*HELLO MORBI:મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો*

editor

*HELLO MORBI:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ યોગ સ્પર્ધામાં નવયુગ કોલેજના સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી પ્રથમ*

editor

*HELLO MORBI:રાજકોટ તાલુકાના કાગદડી ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા*

editor

Leave a Comment