• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જીલ્લામાં કોંગ્રેસનો પંજો ફરીથી કમળને મસળી નાખે તેવા એંધાણ*

ભાજપની સત્તા લાલસા વચ્ચે પણ કોંગ્રેસ પાસે અતૂટ રહેલી જોડિયા તાલુકા પંચાયતની બાલંભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમાબેન બેચરભાઈ સવાણી તરફી જોવા મળતો પ્રચંડ લોકજુવાળ

 

જામનગર જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતોની ચૂંટણી આવતીકાલે યોજનારી છે. કોંગ્રેસ દ્વારા આ પંચાયતોમાં પૂનઃ સત્તા કબજે કરવા આયોજનબદ્ધ રીતે લોકસંપર્ક સાથેનું પ્રચારકાર્ય થઈ રહ્યું છે જેને ચોમેરથી ગ્રામ્ય પ્રજા, ખેડૂતવર્ગ સહિત તમામ સ્તરેથી પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.જેથી ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી તમામ છએ છ તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતમાં જંગી બહુમતિ સાથે વિજય પ્રાપ્ત કરે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

 

જામનગર જિલ્લા પંચાયતની ગત્ ર૦૧પ ની ચૂંટણીમાં કોંગ્રેસે ર૪ માંથી ૧૭ બેઠકો પર જીત મેળવી ભાજપને કારમો પરાજય આપ્યો હતો અને ભાજપના પક્ષપલટાના પેંતરા, સભ્યોને લોભ-લાલચો સહિતના ખેલ સામે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન પાંચ વર્ષ માટે અકબંધ રહ્યું હતું, જ્યારે તમામ છ તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસે બહુમતિ સાથે શાસન મેળવ્યું હતું, પણ ભાજપ દ્વારા પક્ષ પલટાને ઉત્તેજન આપી જોડિયા તાલુકા પંચાયત સિવાયની બાકીની પાંચ તાલુકા પંચાયતોમાંથી કોંગ્રેસના સભ્યોને ખેરવીને સત્તામાં ઉલટફેર કરાવી હતી.

 

કોંગ્રેસ પાસે અતૂટ રહેલી જોડિયા તાલુકા પંચાયતની બાલંભાની સામાન્ય સ્ત્રી અનામત બેઠક પર થી કોંગ્રેસ પાર્ટી દ્વારા રમાબેન બેચરભાઈ સવાણીને ટિકિટ આપીને ચૂંટણી પહેલા જ વિજયની બાજી મારી લીધી છે. નામ જાહેર કરવામાં આવ્યું હતું . આ મતક્ષેત્રમાં બહુમતી ધરાવતા ગુજર ક્ષત્રિય કડિયા સમાજમાથી આવતા રમાબેન સવાણીના વિજય માટે સમગ્ર સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા દિવસ-રાત પ્રચાર કર્યો છે.જેથી ચૂંટણીનાં પરિમાણ પહેલા તેમનો વિજય નિશ્ચિત બન્યો હોય ભાજપની છાવણીમાં નિરાશા વ્યાપી જવા પામી છે.

 

છેલ્લા પાંચ વરસ દરમિયાન ભાજપના આવા વરવા રાજકીય ખેલથી સત્તામાં ભલે કદાચ ઉલટફેર થયા હોય, પણ આ તમામ વિસ્તારોમાં ગ્રામ્ય પ્રજામાં કોંગ્રેસ તરફી લાગણી અકબંધ રહી છે. ઉત્સાહનું ઉલ્ટાનું ભાજપની નીતિ-રીતિ અને રાજકીય ખેલ સામે ગ્રામ્ય પ્રજા તેમજ ખેડૂતોમાં અને ખાસ કરીને રાજકીય કાર્યકર્તાઓમાં ભારે રોષની લાગણી પણ એટલી જ પ્રવર્તે છે. ખાસ કરીને ભાજપના જ સ્થાનિક જુના નેતાઓ-કાર્યકર્તાઓની અવગણના કરી કોંગ્રેસના નેતા-કાર્યકરોને મહત્ત્વ આપવા સામે વધુ ઉગ્ર રોષ ફેલાયો છે.

 

ભાજપ સરકારની નિષ્ફળતા, મોંઘવારી, ગ્રામ્ય પ્રજા અને ખેડૂત વિરોધી નીતિ-રીતિ સામે આમપણ ગ્રામ્ય મતદારોમાં ભારે આક્રોશ છે. સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ તરફેણમાં જબરદસ્ત સમર્થનના દર્શન થઈ રહ્યા છે, જ્યારે ભાજપના શાસન પ્રત્યેના રોષનો અંડર કરન્ટ પણ એટલો જ તિવ્ર છે તેથી આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો પંજો જિલ્લા પંચાયત તથા છ એ છ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ‘કમળ’ને મસળી નાંખી વટભેર સત્તા કબજે કરશે તે નિશ્ચિત બની ચૂક્યું છે

 

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં પ્રામાણિક, નિષ્ઠાવાન અને પક્ષને વફાદાર તેમજ ગ્રામ્ય પ્રજામાં હંમેશાં લોકોની સાથે રહેતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને આ ઉમેદવારો, તેમના ટેકેદારો સાથે કોઈપણ જાતનો હોબાળો મચાવ્યા વગર, ઝાકમઝોળ સભાઓ વગર ઘરે ઘરે જઈને સઘન લોકસંપર્ક કરી પ્રચાર કરી રહ્યા છે અને આ ‘આઈસ બર્ગ’ જેવા પ્રચારને ચારે તરફથી પ્રચંડ જનસંમર્થન મળી રહ્યું છે.

Related posts

*HELLO MORBI: મોરબીના ખાખરેચી ગામે ભૂલકાઓ લહેરાવ્યો તિરંગો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી ફરજિયાત કરવાના પરિપત્ર રદ કરવા સીએમ સહિતને રજૂઆત કરતા: અજય લોરીયા*

editor

*HELLO MORBI: મોરબીમાં વરસાદની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે બે સફળ પ્રસૂતિ કરાવી*

editor

Leave a Comment