• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી રઘુવંશી મહાસંમેલનની તારીખ નિશ્ચિત પરંતુ સ્થળમાં ફેરફાર*

*જાગો રઘુવંશીઓ જાગો*

 

*રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ(નાત જમણ) ની તારીખ નિશ્ચિત, પરંતુ સ્થળ મા ફેરફાર*

 

*રઘુવંશી સમાજ નુ નાત જમણ રદ કરાવવા ના નીચ ચેષ્ઠા ધરાવતા લોકો ને સમસ્ત ગુજરાત નો રઘુવંશી સમાજ તા.૧૭-૭ ના રોજ જવાબ આપશે.*

 

*મોરબી કેશવ પાર્ટી પ્લોટ ખાતે આગામી તા.૧૭-૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી સંમેલન ન યોજાય તે માટે રઘુવંશી સમાજ ના વિરોધીઓ ના કાવાદાવા*

 

*કેશવ પાર્ટી પ્લોટ ના સંચાલકો પર રાજકીય દબાણ લાવી પાર્ટી પ્લોટ રદ કરાવાતા સંમેલન પટેલ સમાજ વાડી રાજપર ખાતે યોજાશે*

 

*સમગ્ર ગુજરાત ના રઘુવંશીઓનુ સંમેલન મોરબી મુકામે તા.૧૭-૭ રવિવાર ના રોજ જ યોજાશે*

 

*રઘુવંશી સમાજ ને પાડી દેવાની ચેષ્ઠા ધરાવતા લોકો ને જળબાતોડ જવાબ આપવા તા.૧૭-૭ ના રોજ ગામેગામ થી રઘુવંશી અગ્રણીઓને મોરબી ખાતે ઉમટી આહવાન*

 

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમગ્ર ગુજરાત ના રઘુવંશી સમાજ માટે આગામી તા.૧૭-૭-૨૦૨૨ રવિવાર ના રોજ મોરબી મુકામે રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદ નુ આયોજન લીલાપર કેનાલ રોડ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે કરવા મા આવ્યુ હતુ. પરંતુ રાજકીય નીચતા ધરાવતા લોકો દ્વારા કેશવ પાર્ટી પ્લોટ ના સંચાલકો પર દબાણ લાવી સંમેલન રદ કરવવાનુ હીન કૃત્ય કરવા મા આવ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજ ના આગેવાનો લાલઘુમ થયા છે. *સંમેલન તા.૧૭-૭-૨૦૨૨ રવીવાર ના રોજ મોરબી ખાતે જ યોજાશે. સંમેલન તથા મહાપ્રસાદ નુ સ્થળ પટેલ સમાજ વાડી, રાજપર ગામ ખાતે યોજવાનુ નિર્ધારીત કરવા મા આવ્યુ છે.* .

સંમેલન કોઈ એક વ્યક્તિ વિશેષ નથી યોજાવાનુ, સમસ્ત રઘુવંશી સમાજ ના નાતજમણ નુ આયોજન છે. પરંતુ રઘુવંશી સમાજ નુ પતન ઈચ્છતા લોકો દ્વારા કરવા મા આવેલ હીન કૃત્ય રઘુવંશી સમાજ ક્યારેય સાંખી નહીં લે. *સંમેલન યોજાઈ ને જ રહેશે* . રઘુવંશી સમાજ નુ પતન ઈચ્છતા લોકો ને જળબાતોડ જવાબ આપવા ગામેગામ થી રઘુવંશી સમાજ ના આગેવાનો ને ઉમટી પડવા રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા આહવાન કરવા મા આવેલ છે.

 

લી.

જીતુભાઈ સોમાણી

પ્રણેતા -શ્રી રામધામ

અગ્રણી- લોહાણા સમાજ

Related posts

*મોરબી:ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના ના પગલે કોંગ્રેસ અગ્રણીઓ મોરબી આવશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આરાસુરી લોક ભવાઇ નાના રામપર ના ધુરંધર કલાકાર ભાનુશંકર મોતીલાલ નું દુઃખદ અવસાન*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલ માં આગ લાગી અને ફાયર પહોંચી ગયુ પણ ટેન્ક ખાલી હતી*

Hello Morbi

Leave a Comment