• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતા ચંદીગઢ ના અમિત ત્યાગી*આલેખન સંજય રાજપરા*

મન હોય તો માંળવે જવાય, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ભારતીય સંસ્કૃતિ અને વિરાસતને જાણવા ચંદીગઢ થી અમિત ત્યાગી સાઇકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલ છે. ત્યારબાદ શ્રીલંકા, બાંગ્લાદેશ થઈ ને છેલ્લે ઓસ્ટ્રેલિયા નો સાયકલ થી પ્રવાસ કરનાર છે. જેઓ આજે તા. 20/9/2022 ને મંગળવાર ના રોજ મોરબીમાં મુકામ દરમિયાન, પતંજલિ યોગ સમિતિના યુવા પ્રભારી, સંજયભાઈ રાજપરા, ને સાથે રાખી, શ્રી સરસ્વતી શિશુ મંદિર ની મુલાકાત લીધી હતી. જેમાં વ્યવસ્થાપકશ્રી, જયંતિભાઈ રાજકોટિયા, મહેશભાઈ જાની, નિયામકશ્રી, સુનિલભાઈ પરમાર, સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને શાળા ના પરિસરને નિહાળ્યું હતું. જેમાં તેમણે ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ ઔષધીય વૃક્ષો નિહાળી શાળામાં ચાલતી વૈદિક અને વ્યક્તિ વિકાસલક્ષી પ્રવૃત્તિને બિરદાવી હતી. ત્યારબાદ તેઓ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ, ટંકારા જવા માટે પ્રયાણ કરેલ. આજે તેઓ શ્રી દયાનંદ સરસ્વતી જન્મભુમિ સ્મારક ના દર્શન કરી રાત્રી રોકાણ ટંકારા કરનાર છે.

Related posts

*અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં રકતદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*ટંકારા ગ્રામ પંચાયતની વારસો જૂની માંગણી સવિકારાય*

Hello Morbi

*HELLO MORBI:મચ્છુ ન્યુઝ મોરબી ના એડિટર કાળુભાઇ પાચીયા નો આજે જન્મ દિવસ*

editor

Leave a Comment