
ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.
તા.૨૪/૦૯/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટની સુચના મુજબ શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી નાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરી શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શનતથા સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી શ્રી, એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ASા જયવંતસિંહ ગોહીલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે,મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે. એ પાર્ટ ૧૮૦૯૪૨૦૨૦ આઇ પી.સી.કલમ-૩૦૨,૩૦૭,૩૨૫,૩૨૩,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ વિ.મુજબના ગુન્હાના કામે નામ. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી દિન-૧૪ના ટેમ્પરરી જામીન મેળવી જેલ મુકત થયેલ હોય જે કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામના કેદી હરેશભાઇ ઉર્ફે ઉગો દેવસીભાઇ ચારોલીયા રહે. મોરબી વાળો મોરબી ગાંધીચોક ખાતે હોવાની હકીકત મળેલ હોય જેહકિકત આધારે સ્ટાફ સાથે તપાસ કરતા મજકુર કાચા કામનો કેદી હરેશભાઇ ઉર્ફે ઉંગો દેવસીભાઇ ચારોલીયા ઉ.વ. ૩૬ રહે. મોરબી-કંડલા બાયપાસ રોડ, દલવાડી સર્કલ પાસે ઝુપડામાં, મોરબી વાળો મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PS) શ્રી, એન.એચ. ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં
