• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદ તાલુકાના ચરાડવા ગામે પંચાસર ની સીમમાંથી દારૂનો જથ્થો પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તા ૨ હળવદ તાલુકાના ચરાડવા ગામે પંચાસર નામની સીમમાં દારૂનો જથ્થો હો નાવાની બાતમી મળી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ખરાબાની જમીનમાં રાયના કુચ્ચાના ઢગલા નીચેથી દારૂની બોટલો મળી આવી હોય પોલીસે ૨૭૬ બોટલ દારૂ જેની કિંમત ૮૨ ૮૦૦ નો મુદ્દામાલ કબજે કરીને હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

હળવદના પી.આઈ. એમ.વી.પટેલની સુતના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે કે.એમ.સોલગામાને હકીકત મળી હતી તે જગ્યાએ રેઇડ કરવામાં આવતા ચરાડવા થી સમલી ગામ તરફ જવાના રસ્તે પંચાસર નામની સીમમાં ખરાબાની જમીનમાં રાઈના કુચ્ચાના ઢગલામાંથી ૨૭૬ બોટલ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૮૨ ૮૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી બાબુભાઇ દુદાભાઈ સાનીયા જાતે ભરવાડ (૨૪) રહે. ચરાડવા રામજી મંદીર પાસે તાલુકો હળવદ અને મહેશભાઈ આત્મારામભાઈ માકાસણા જાતે પટેલ (૪૭) રહે. ચરાડવા પંચાસર નામની સીમમાં વાડીમાં તાલુકો હળવદ વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી આરોપી ભાણજીભાઈ માકાસણા જાતે પટેલ રહે. ચરાડવા વાળા નું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ કામગીરી હળવદના પીઆઇની સૂચના મુજબ કે.એમ.સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઇ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઇ પરમાર દ્રારા કરવામાં આવેલ છે.

Related posts

*જોડીયા તાલુકા કક્ષાનો કલા મહોત્વસવ બીઆરસી જોડીયા ખાતે ઉજવવામાં આવ્યો*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું; ૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: દર્શન સેતાને શુભેચ્છા પાઠવતા 𝐄𝐧𝐬𝐮𝐫𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 ભાવિક સર*

editor

Leave a Comment