• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:કેન્દ્ર સરકારના નિવૃત અધિકારી શિહોરી/ડીસાના ભરતભાઈ જીવરાણીનું થયેલ દુખદ નિધન*

કેન્દ્ર સરકારના નિવૃત અધિકારી શિહોરી/ડીસાના ભરતભાઈ જીવરાણીનું થયેલ દુખદ નિધન
કેન્દ્ર સરકારના ઈન્ટેલીજન્સ બ્યુરો ડિપાર્ટમેન્ટમાં (આઈ.બી.)આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત થયેલ શિહોરી/ડીસાના ભરતભાઈ પોપટલાલ ઠકકર/જીવરાણીનું ટૂંકી બિમારી બાદ દુખદ નિધન થતાં સમગ્ર લોહાણા સમાજ ઉપરાંત ડીસા નગરમાં ઘેરા આઘાતની લાગણી પ્રસરી હતી.
સદગતની સ્મશાનયાત્રામાં ખૂબ બહોળી સંખ્યામાં પરિવારજનો,સ્નેહીજનો,પરિચિતો,સમાજજનો તેમજ નગરજનો જોડાયા હતા.સદગત ભરતભાઈના દેહાવસાનથી તેમની ખૂબ જ સેવા કરનાર ધર્મપત્ની હંસાબેન,સુપુત્રી પૂજાબેન,સુપુત્ર ડો.સચીનકુમાર સહિત સમગ્ર પરિવારે ભારે કલ્પાંત સાથે આઘાત અનુભવ્યો હતો.ડીસા મુકિતધામ ખાતે અંતિમવિધિ બાદ યોજાયેલ પ્રાર્થનાસભામાં સર્વ ભગવાનભાઈ બંધુ,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ડો.પી.પી.ઠકકર,દીલીપભાઈ બી.ઠકકર-વકીલ,સતીષભાઈ ગોકલાણી(હારિજ),આનંદભાઈ પી.ઠકકર,હાથીભાઈ વાઘેલા,રમેશભાઈ ચંદારાણા(શિહોરી) સહિત અનેક અગ્રણીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી સદગત ભરતભાઈ જીવરાણીના ગુણાનુવાદ કર્યા હતા.
સ્મશાનયાત્રામાં હાજરી આપનાર તેમજ દુખની આ વસમી વેળાએ આશ્ર્વાસન,હિંમત અને સહકાર આપનાર સૌ પ્રત્યે ડો.સચીનકુમાર ઠકકરે ૠણ સ્વિકારની લાગણી વ્યક્ત કરી હતી.સદગતનું બેસણું તારીખ 29-8-2024 ગુરૂવાર બપોરે 3 થી 5 માં ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલ રઘુવંશી દેશી લોહાણા મહાજન વાડી ખાતે રાખેલ છે.
61 વર્ષની ઉંમર ધરાવતા ભરતભાઈ જીવરાણી સંગીત,સાહિત્ય,કલાના ઉપાસક હતા અને ગત વર્ષે જ કેન્દ્ર સરકારમાંથી નિવૃત થયા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હડિયાણા ગામના ઘાંચી પરિવારના પાંચ સદસ્યો મક્કા મદીના હજ યાત્રાએ જવા રવાના*

editor

*ઉના તાલુકા ભાજપ દ્વારા કોરોના અંગેની જાગૃતિ ફેલાવી વાહન ચાલકો અને રાહદારીઓને માસ્ક વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ ધરમશીભાઈ ઝાલરીયા*

editor

Leave a Comment