• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભુજના જલારામ ભક્તોએ રૂબરૂ થરાદ આવી પૂજ્ય જલારામ બાપાના ભજન માટે આપ્યું આમંત્રણ*

ભુજના જલારામ ભક્તોએ રૂબરૂ થરાદ આવી પૂજ્ય જલારામ બાપાના ભજન માટે આપ્યું આમંત્રણ.
ભુજ નગરમાં દર ગુરૂવારે નિયમિત પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ થાય તે માટે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ભુજના જલારામ ભકતો સર્વ ભરતભાઈ રાણા, કિશોરભાઈ પૂજારા, અશોકભાઈ કુકમાવાળા, અનીલભાઈ માધાપરવાળા તેમજ સુરેશભાઈ વી. ગોકલાણીએ ગત ગુરુવારે થરાદ ખાતે પૂજ્ય જલારામ બાપાના ભજનમાં નવીનભાઈ પોપટલાલ સોનીના નિવાસસ્થાને રૂબરૂ આવી, શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાને ભાવભર્યું આમંત્રણ આપી, પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શ્રીફળ અર્પણ કર્યું હતું.
આમંત્રણ આપતી વેળાએ ભુજના તમામ જલારામ ભક્તોનું વાજતેગાજતે કંકુતિલક,ફૂલવર્ષા તેમજ સાલથી અભૂતપૂર્વ સન્માન કરી આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.તારીખ 28-5-2026 ગુરૂવારથી શ્રીમતી મનીષાબેન કરસનભાઈ પટેલ પરિવારના નિવાસસ્થાનું નિવાસસ્થાન સેન્ડલવુડ સોસાયટી,મિરઝાપર રોડ,ભુજ ખાતેથી પૂજ્ય જલારામ બાપાના ભજનનો ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય શુભારંભ કરવામાં આવશે.
ભુજ નગરમાં પૂજ્ય જલારામ બાપાના ભજન માટે 211 ગુરૂવારની નોંધણી થઈ ગયેલ છે અને 325 ગુરૂવારની નોંધણી થાય તે માટે જલારામ ભક્તો નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી રહેલ છે.ભુજ નગરમાં આજીવન પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌ ચાલુ રહે અને ડીસાથી પધારનાર જલારામ ભકતોની યોગ્ય મહેમાનગતિ થાય તે માટે થરાદ આમંત્રણ આપવા આવેલ જલારામ ભકતો ઉપરાંત ભુજના સંનિષ્ઠ અગ્રણીઓ સર્વ નરેશભાઈ પૂજારા, કરસનભાઈ પટેલ,મુકેશભાઈ પારી,જયેશભાઈ સચ્ચદે (બાપાદયાળુ),કિશોરભાઈ મિતવાળા,નટુભાઈ ટી. ઠકકર (ક.વિ.ઓ.), અતુલભાઈ બી. દવે, પ્રદીપભાઈ કે.ઠક્કર, અશોકભાઈ રાણા સહિત સૌ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ભુજ નગરનો સમગ્ર સનાતન હિંદુ સમાજ આ સત્કાર્ય સાથે સંકળાયો છે.પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ભુજ નગરમાં પ્રથમ ગુરૂવારે જ અંદાજે 1000 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહેનાર છે જે એક ઐતિહાસિક અવસર બની રહેશે.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુ ભુજના સૌ જલારામ ભક્તો સાથે સંપર્કમાં રહી જરૂરી ચર્ચાવિમર્શ કરી રહેલ છે.

Related posts

*HELLO MORBI:શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહ પાઠ*

editor

*પડધરી:આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ને જબરૂ જન સમર્થન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે*

editor

Leave a Comment